Download statements of progress by clicking links below for >>
Administrative Approval | Monthly New Item Works | Monthly Continuous Item Works
પરિપત્રઃ-
તાજેતરમાં અધિક મુખ્ય સચિવશ્રી નાણા વિભાગ સાથે આ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મીટીંગ યોજાઈ હતી. સદરહુ મીટીંગમાં વિભાગની વિવિધ યોજનાઓ અને વિભાગમાં કામવાર માનીટરીંગ માટે તેમજ કામવાર ખર્ચ માટે ઉપલબ્ધ વેબસાઈટનો ઉપયોગ નહીં થવાના કારણે અદ્યતન વિગતો ઉપલબ્ધ થઈ શક્તિ નથી. આ સંદર્ભમાં વિભાગના વિવિધ કામોના મોનીટરીંગ હવે પછી સંબંધિત મુખ્ય ઇજનેરશ્રી કક્ષાએ દર મહિને ઓનલાઈન અને ફાઈલ સ્વરૂપે પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેના પત્રકો (પત્રક ૧, ૨ અને ૩) આ સાથે સામેલ છે આ પત્રકોની વિગત સંબંધિત મુખ્ય ઇજનેરશ્રીઓને દર મહિનાની ૭ તારીખ પહેલાં અચૂક રૂબરૂમાં અને ઓનલાઈન અને ભૌતિક રીતે અચૂક મોકલવામાં આવે તે જોવાની જવાબદારી સંબંધિત અધીક્ષક ઈજનેરશ્રીઓની છે જે વર્તુળ અથવા વિભાગની માહિતી ઉપલબ્ધ નહીં થાય તે વર્તુળ અને વિભાગના પગારભથ્થાં સહિતની તમામ ગ્રાંટ અટકાવી દેવામાં આવશે, તેમજ આ અંગેની ગંભીર નોંધ સંબંધિતોના ખાનગી અહેવાલમાં પણ લેવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી છે.
તા.૭-૭-૦૮ના રોજ આ માહિતી સાથેની વિગત સંબંધિત મુખ્ય ઇજનેરશ્રીને હવે પછી મોકલવાની રહેશે ત્યારબાદ દર મહિને ૭મી તારીખ પહેલાં આ વિગતો મોકલવાની રહેશે. દરેક મુખ્ય ઇજનેરશ્રીઓ વિગતો તેમના પુરતી સંકલિત કરીને ના.સ. (બજેટ)ને મોકલી આપશે.