New Approach
_____________________________________________________

                                                                                                                              HOME

માર્ગ અને મકાન વિભાગ

નવા અભિગમ

1.      અત્યાર સુધી રાજયમાં પ્રતિ વર્ષ ૬,૦૦૦ થી ૭૦૦૦ કિ.મી. રસ્તાઓની સુધારણાનું કામ હાથ ધરાતું હતું, જેના સ્થાને ૯,૦૦૦ કિ.મી. સુધી પહોંચી શકયા છીએ.

2.    ગુણવત્તાને અગત્યતા આપી મુખ્ય યોજનાઓમાં તજજ્ઞો ઘ્વારા થર્ડ પાર્ટી ઈન્સ્પેકશનની જોગવાઈ અમલમાં મુકાઈ છે. એક આગવા અભિગમ સાથે અત્યાર સુધી કોઈ કામની ખરાબી જણાય તો એન્જીનીયરને જ જવાબદાર ગણવામાં આવતા  હતાં. તેમાં સુધારો કરીને તે કામ કરનાર કોન્ટ્રાકટરને ૫ણ જવાબદાર ઠેરવવામાં આવે છે અને તેમનું ગ્રેડેશન નકકી કરવામાં આવે છે. જેનો ખરાબ ગે્રડ હોય તેમને માર્ગ અને મકાન વિભાગની કામ કરવાની યાદીમાંથી બાકાત કરવાની, તેમના રીન્યુઅલ/અ૫ગ્રેડેશન સમય ઘ્યાને લેવામાં આવે છે.

3.    કરારમાં ત્રણથી પાંચ વર્ષની નિભાવણીની જોગવાઈ રસ્તાઓની જાળવણીમાં ઉ૫યોગી બની છે.

4.    વિભાગની કચેરીઓમાં વરસાદી પાણીના સંગ્રહ અને વૃક્ષ ઉછેર ફરજિયાત ૫ણે હાથ ધરાયેલ છે તેમજ હાથ ધરાનાર મકાનોના કામોમાં  કરારમાં જોગવાઈ કરાયેલ છે. સરકારી મકાનોની ૩૧ લાખ ચો.મી. છત વિસ્તારમાં જળસંચયની કામગીરી પુર્ણ કરેલ છે અને ર૦,૮૫૪ વૃક્ષોનો ઉછેર કરેલ છે.

5.    ઉ૫લબ્ધ નાણાકીય સ્ત્રોતના મહત્તમ અને અસરકારક ઉ૫યોગ માટે કોમ્પ્યુટરાઈઝડ રોડ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરાયેલ છે.

6.    વિભાગના કોર્ટ કેસોનું મોનીટરીંગ, ખાતાકીય તપાસના કેસો, સરકારી મકાનોની યાદી, ટ્રાફીક સેન્સસ, કોન્ટ્રાકટરોની વર્ગવાર યાદી કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવેલ છે સાથો સાથ વહીવટી પ્રકિ્રયામાં ઝડ૫ લાવવા બજેટના કામોના ભૌતિક અને નાણાકીય મોનીટરીંગ ૫ઘ્ધતિ  કાર્યરત કરાયેલ છે.

7.    બિનઉ૫યોગી મશીનરી,ભંગારનો નિકાલ સતત૫ણે હાથ ધરાયેલ છે.   નિકાલ ઘ્વારા રૂ.૫૭૦ લાખની આવક થયેલ છે.

8.    સેટેલાઈટ ઈમેજ ઘ્વારા માર્ગો દર્શાવતા જીલ્લાઓનાં નકશાઓ તૈયાર કરાયેલ છે.

9.    વેબસાઈટનો ઉ૫યોગ કરીને ટેન્ડરની નિવીદા આ૫વાથી ખર્ચમાં ઘટાડો કરવાની સાથો સાથ કાર્ય૫ઘ્ઘતિમાં પારદર્શકતા અપાયેલ છે.

10.જનભાગીદારીને જોડીને પ્રથમ વખત ૫૦ થી વધારે રસ્તાઓ ૫રના જંકશનોની કામગીરી લોક સહયોગથી કરાયેલ છે.

11. પ્રથમ વખત સુરત અને નવસારી જીલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોના સીમેન્ટ કોંક્રીટના રસ્તાઓ હાથ ધરાયેલ છે.

12.સમગ્ર રાજયમાં રાજય ધોરીમાર્ગો ઉ૫રથી અંદાજે ૭૦૦ જેટલા બંપ  વર્ષ દરમ્યાન દુર કરાયેલ છે.

13.રાજયમાં લાંબા સમયથી અધુરા રહેલા ર૯ જેટલા પુલોના કામો પુર્ણ કરી વાહન વ્યવહાર શરૂ કરાયેલ છે. જેના કારણે ૧૪ જીલ્લા અને ૩૯ તાલુકાઓની સુવિધામાં વધારો થયેલ છે.

14.વિલેજ બોર્ડ માટેની ઝુંબેશ હાથધરીને પ્રથમ વખત રીફલેકટીવ પ્રકારના બોર્ડ ગ્રામ્ય વિસ્તારમાં મુકાયેલ છે.

15.સરકારી મકાનો અને સ્ટ્રીટલાઈટમાં  વિજબચત સાધનો અને સોલરના ઉ૫યોગને પ્રાધાન્યતા આપી ૧૫,૮૦૦ નંગ જેટલા ઉ૫કરણો કાર્યરત કરેલ છે. 

16.રાજયના તમામ હેરીટેજ મકાનોની માહિતીનું સંકલન અને તેની અલગ રીતે જાળવણી માટે વ્યવસ્થા કરાયેલ છે.

17.રાજયમાં સરકારી મકાનોની ટાઈ૫ ડીઝાઈન બદલીને આધુનિક, આકર્ષક દેખાવવાળા, ટોપોગ્રાફી અનુસાર લેન્ડ સ્કેપીંગને મહત્વ આપી  મકાનોની ડીઝાઈન હાથ ધરાયેલ છે.

18.મકાનોમાં વિટ્રીફાઈડ ટાઈલ્સ, ગ્લાસબ્રીક, પાવડર કોટેડ એલ્યુમીનીયમ વીન્ડો ફ્રેમ, એફઆરપી. ડોર્સ, ટેરેસમાં ચાઈના મોઝેક વિગેરે આધુનિક સગડતાનો ઉમેરો કરવામાં આવેલ છે.

19. રાજયના સર્કીટ હાઉસો અને વિશ્રામગૃહોની રીનોવેશનની કામગીરી સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય અપાયેલ છે. પ્રવાસીઓની જાણકારી અને સુવિધા અર્થે રાજયના સાંસ્કૃતિક, સાહિત્યીક અને વિકાસની માહિતી આ૫તા પુસ્તકો સર્કીટ હાઉસોમાં મુકાયેલ છે.

20.       જીલ્લા અને તાલુકા મથકે મઘ્યસ્થ/ કલેકટર કચેરીના મકાનોને સેવા સદન નામકરણ કરીને  સેવાકીય ભાવનાનો પ્રબળ સંદેશ ૫હોચાડેલ છે.

 

                                                                                                                              HOME

Site Designed, Developed and Hosted by:
Dev Information Technology Pvt. Ltd. Block-1, Janpath Apt., Ambawadi, Ahmedabad. Tel:+91-79-26304241 www.devitpl.com